જૂનાગઢમાં બાળકો સાથે સુષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. એક કે બે નહીં પણ 20થી વધુ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હોવાનો આક્ષેપ સંસ્થા સામે લગાવવામાં આવ્યો છે. ભેસાણની મા અમર શૈક્ષણિક સંકુલમાં આ પ્રકારની ઘટના બની હોવાની જાણકારી મળી રહી છે. શાળાના આચાર્ય અને શિક્ષક દ્વારા 20થી વધુ બાળકો સાથે સુષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
શાળાના આચાર્ય, શિક્ષક દ્વારા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય આચર્યાનો આક્ષેપ
ભેંસાણની મા અમર શૈક્ષણિક સંકુલમાં રાત્રિના સમયે વિદ્યાર્થીઓને બોલાવીને આચાર્ય અને શિક્ષક કુકર્મ કરતા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ ભોગ બનેલા વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓને કરી અને ત્યારબાદ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો છે. વિદ્યાર્થીઓ સાથે સુષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય મા અમર શૈક્ષણિક સંકુલમાં કરવામાં આવી રહ્યું છે તે ઘટનાની જાણ વાલીઓને થતાં જ વાલીઓ દ્વારા શાળામાં ભારે હોબાળો મચાવવામાં આવ્યો, જો કે અંતે ટ્રસ્ટીઓ દ્વારા વાલીઓને સમજાવવામાં આવ્યા, ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
ટ્રસ્ટીઓએ સમજાવતા વાલીઓએ પોલીસે ફરિયાદ કરવાનું ટાળ્યું
જો કે ટ્રસ્ટીઓની સમજાવટ બાદ વાલીઓ દ્વારા હાલ પુરતું સંકુલ વિરૂદ્ધ ફરિયાદ કરવાનું મુલતવી રાખવામાં આવ્યું છે. બાળ સુરક્ષા એકમના લીગલ ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા છે અને ભોગ બનેલા તમામ વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા છે. ત્યારે શૈક્ષણિક ધામમાં ચાલતા આવા અધર્મ કૃત્ય સામે ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. હાલમાં આરોપી પ્રિન્સિપાલ અને શિક્ષકની પોલીસે અટકાયત કરી છે.