જૂનાગઢમાંથી માતા-પિતા માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. માણાવદરમાં એક સગીરે સામાન્ય બાબતે આપઘાત કર્યો. આ ઘટના સામે આવતા ગામમાં હડકંપ મચ્યો છે. જીલાણા ગામમાં માતા-પિતાએ સગીરને મોબાઈલ જોવાની ના પાડી. આ બાબતે સગીર વધુ લાગી આવ્યું અને ઝેરી દવા પી લીધી. સગીરે સાવ મામૂલી વાતમાં આપઘાત કરતાં માતાપિતાને મોટો આઘાત લાગ્યો. સગીરના આપઘાતથી પરીવારમાં શોકનો માહોલ છવાયો.


સગીરે મોબાઈલ મામલે કર્યો આપઘાત

પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં માણાવદરમાં રહેતા એક પરીવાર માટે મોબાઈલ યમરાજ બન્યો. માણાવદરના જીલાણા ગામમાં ધીરજલાલ ચૌહાણનો શ્રમજીવી પરીવાર રહે છે. ધીરજલાલ મૂળ મધ્યપ્રદેશના વતની છે. તેઓ પત્ની અને પુત્ર સાથે જૂનાગઢમાં જુગલ આણંદ મારવાણીયાની વાડીએ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ધીરજલાલના પુત્ર ક્રિષ્ના પાલ મોબાઈલની ભારે લત લાગી હતી. અનેક વખત પુત્રને આ બાબતે ટકોર કરી છે. દરમિયાન ગઈકાલે માતા અને પિતાએ પુત્ર ક્રિષ્ના પાલને મોબાઈલ જોવાની ના પાડી અને મોટો ઠપકો આપ્યો હતો. આ બાબતે પુત્ર ક્રિષ્ના પાલને લાગી આવતા ઝેરી દવા ગટગટાવી. આ બાબતની માતાપિતાને જાણ થતાં જ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. જયાં સારવાર દરમિયાન સગીર ક્રિષ્ના પાલનું મોત થયું.

સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ

મોબાઈલ મામલે ઠપકો આપવા જેવી સામાન્ય બાબતે શ્રમજીવી પરિવાર ધીરજલાલના પુત્ર ક્રિષ્નાએ આપઘાત કર્યો. સમગ્ર મામલે પોલીસે એકશનમાં આવી છે. માણાવદરના એએસઆઇ બી.કે.ભલગરીયા સગીરના આપઘાત મામલે વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ સામાન્ય બબાલમાં સગીર દ્વારા આપઘાત કરાયો હોવાની ઘટના રાજ્યમાં બની છે. બોર્ડ પરીક્ષામાં ફેલ થવાનો ડર, વિદ્યાર્થીઓ સાથે અદાવત અને ઓનલાઈન ગેમિંગમાં ફ્રોડ જેવી ઘટનાને લઈને સગીર આપઘાત કરતા હોવાની ઘટના વધી છે. આ ઘટનાઓ સમાજ અને પરીવાર માટે ચોંકાવાનારી છે.

  • Follow us on: