ગુજરાતના જૂનાગઢ નજીક આવેલા ગિરનારના જંગલ વિસ્તારમાં એશિયાટિક સિંહો અને દીપડા સહિતના વન્યપ્રાણીઓનો વસવાટ છે.જે અવારનવાર શહેરી વિસ્તારોમાં જોવા મળે છે.વિજયાદશમીના પવિત્ર અવસરે ગિરનારના ખોડીયાર માતાજીના મંદિરે એક અનોખી ઘટના સામે આવી છે.જેણે સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. મંદિર પાસે ચાલી રહેલા યજ્ઞ દરમિયાન ત્રણ સિંહ આવી ચડ્યા હતાં અને શાંતિથી બેસી ગયા હતાં.


આ દૃશ્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

જૂનાગઢમા ગીરનારના જંગલમાં ખોડિયાર માતાજીના મંદિર પાસે રાત્રિના સમયે બ્રાહ્મણો દ્વારા યજ્ઞ ચાલી રહ્યો હતો. જેમાં હવનમાં આહુતિ આપવામાં આવતી હતી અને શક્તિશાળી મંત્રોચ્ચાર ગુંજી રહ્યા હતા.આ દરમિયાન જંગલમાંથી ત્રણ સિંહ ફરતાં-ફરતાં યજ્ઞ સ્થળે પહોંચી ગયા અને આશ્ચર્યજનક રીતે શાંતિથી બેસી ગયા હતા હતાં.આ દૃશ્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં દેખાય છે કે, ત્રણ સિંહો મંત્રોચ્ચારના નાદથી મંત્રમુગ્ધ થયાં હોવાનું જણાય છે.




બ્રાહ્મણોએ પણ સિંહોને જોયા હતાં પણ નીડરતા દાખવી

મંદિરમાં યજ્ઞ કરી રહેલા બ્રાહ્મણોએ પણ સિંહોને જોયા હતાં પણ નીડરતા દાખવીને યજ્ઞમાં આહૂતિ આપવાની ક્રિયા ચાલુ રાખી હતી. આ ઘટના માત્ર ગિરનારની આધ્યાત્મિક શકિત અને માતાજીના આશીર્વાદ હોવાનું જણાવે છે. તે વન્યજીવોની શાંતિનું અનોખુ સંગમ પણ રજૂ કરે છે. યજ્ઞ દરમિયાન આવી ચઢેલા સિંહો શાંતિ પૂર્વક બેસી ગયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે લોકોમાં ભક્તિનું પ્રતિક બની રહ્યો છે.


  • Follow us on: