માંગરોળ તાલુકામાં આવાસ યોજનામાં થયેલા કૌભાંડ બાદ નવી બની રહેલી હોસ્પિટલનું બાંધકામ પણ હલકી કક્ષાનું હોવાની લોકોએ ફરિયાદ કરી છે. કોન્ટ્રાક્ટરો બેફામ બનીને સરકારી બિલ્ડીંગો બનાવામાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેનો આ ભઉરાવો છે.


દવાખાનાના બિલ્ડિંગના નબળા બાંધકામ અંગે અનેક ફરિયાદો

માંગરોળ તાલુકાના હુશેનાબાદ ગામે બની રહેલા દવાખાનાના બિલ્ડિંગના નબળા બાંધકામ અંગે અનેક ફરિયાદો મળી હતી. આ ફરિયાદો બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાએ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને નબળી કામગીરી સ્પષ્ટ રીતે જણાતાં તાત્કાલિક ધોરણે આ બાંધકામનું કામ બંધ કરાવ્યું છે.

અધિકારીઓ દ્વારા કરાયા આંખ આડા કાન

આ સમગ્ર મામલે અનેક ગંભીર સવાલો અને આક્ષેપો થઇ રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે શું નબળી કામગીરી થતી હોવા છતાં અધિકારીઓને તેની જાણ નહોતી? કે પછી ઇરાદાપૂર્વક અધિકારીઓ દ્વારા આ બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા?.

ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાએ કામ બંધ કરાવ્યું

નવાઇની વાત તો એ છે કે બાંધકામ સાઇટ પરના ઇજનેરને પણ કામ નબળું થઈ રહ્યું છે તેની ખબર નહોતી. ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાએ કામ બંધ કરાવીને પોતાના વિસ્તારમાં કોઈપણ ભોગે નબળી કામગીરી નહીં ચલાવી લેવાય તેવો સ્પષ્ટ સંદેશો આપ્યો છે. 

  • Follow us on: