જૂનાગઢના ગિરનારમાં આગામી ત્રણ દિવસ ગિરનાર રોપ-વે રહેશે બંધ અને મેન્ટેનન્સ કામગીરીને લઈને રોપ-વે સેવા રહેશે બંધ, ભારે પવન અથવા મેન્ટેન્સની કામગીરી હોય ત્યારે રોપ-વે સેવા બંધ કરવામાં આવે છે, દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે અને તેની પહેલા રોપ-વે સેવાની મેન્ટેન્સની કામગીરી કરવામાં આવી છે. જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતુ તેમને મેસેજ કરીને આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે.
પીએમ મોદીએ ઈ લોકાર્પણ કર્યુ હતુ
ગિરનાર રોપ-વે સેવા શરૂ થવાથી વધુ પ્રમાણમાં પ્રવાસીઓનું આકર્ષણ જૂનાગઢ પ્રત્યે વધ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ રોપવે એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગિરનાર રોપવે યોજના સાકાર કરવા માટે વખતોવખત સરકાર દ્વારા તેમજ જૂનાગઢના સ્થાનિક લોકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. અનેક વિઘ્નો અને અંતરાયોને પાર કરી આખરે રોપવે યોજના જૂનાગઢમાં કાર્યરત છે.













