રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વિનામૂલ્ય મગફળીના બિયારણને બારોબાર વેચી મારવાનું કારસ્તાન સામે આવ્યું છે, જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ખેડૂતોને આપવામાં આવતા મગફળી બિયારણને બારોબાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા મોકલવામાં આવ્યું હતું બિયારણ
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં કૃષિ ક્ષેત્રે મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકાર દ્વારા મફતમાં આપવામાં આવતું મગફળીનું બિયારણ ખાનગી પેઢી દ્વારા બારોબાર વેચી નાણાકીય લાભ મેળવવાનું બહાર આવ્યું છે, ભેસાણ પરબ રોડ પર આવેલી ખોડીયાર એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં 30થી વધુ ગુણી મગફળી બિયારણનો જથ્થો મળી આવ્યો છે. નોંધનીય છે કે આ બિયારણ રાષ્ટ્રીય બીજ નિગમ લિમિટેડની થેલીઓમાંથી કાઢી, અન્ય થેલીઓમાં ભરી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા મોકલવામાં આવ્યું હતું.
ખાનગી બેગમાં ટ્રાન્સફર કરીને ગોંડલમાં વેચવા માટે મોકલી દેવાયું બિયારણ
જે ખેડૂતોને વાવેતરમાં નુકસાની ગઈ હોય તેના માટે આ યોજના લાગુ કરવામાં આવી છે, પ્રથમ વખત જ આ યોજના હેઠળ ભેસાણ તાલુકામાં મગફળીનું બિયારણ ખેડૂતોને વિનામૂલ્ય આપવામાં આવતું હતું, ત્યારે ખેડૂતો દ્વારા પણ વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે તેમ છતાં સરકાર તરફથી વિના મૂલ્ય બિયારણ આપવામાં આવ્યું છે તો 7 12 8 અ ના દાખલા આપીને આ બિયારણ લઈ લેવામાં આવ્યું હતું અને ખેડૂતોએ વેપારીને આ માલ વહેંચી દીધો હતો, ઉપરાંત વેપારીએ સરકારી બેગમાંથી અમલ ખાનગી બેગમાં ટ્રાન્સફર કરીને ગોંડલમાં વેચવા માટે મોકલી દેવાયો હતો.
ખેડૂતના નામે વેપારીઓને આપી દીધું બિયારણ
જેની જાણ ભેસાણના એડવોકેટને થઈ હતી, તેમણે સ્થળ ઉપર જઈને તપાસ કરતા ત્યાંથી સરકારી બારદાનો 30 નંગ મળી આવ્યા હતા જે સાવ ખાલી હતા.ખેડૂત અને સરકાર વચ્ચે મધ્યસ્થીમાં શત્રભુજ સેવા સહકારી મંડળી દ્વારા આ બિયારણ આપવામાં આવતું હતું. માત્ર ભેસાણ જ નહીં પરંતુ વિસાવદરના ખેડૂતો માટે પણ આ બિયારણ આપવામાં આવતું સામે આવ્યું છે, પરંતુ હાલ મોટાભાગના ખેડૂતોએ વાવેતર પૂર્ણ કરી દીધું હતું જેથી બિયારણ વિના મૂલ્ય મળતું હતું એટલે ખેડૂતના નામે વેપારીઓને આપી દીધું અને બારદાનુ બદલાવીને વેપારીઓ બારોબાર આ માલને સભ્ય વર્ગીક કરી નાખ્યું હતું.
દરખાસ્ત કરવામાં આવશે અને દરખાસ્ત કર્યા બાદ તેની ખરાઈ કરાશે
પરંતુ જાગૃત નાગરિક દ્વારા સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી અને સરકારના લાખો રૂપિયાના કૌભાંડ થતા હોવાનો ખુલાસો કર્યો હતો, જે મામલે સહકારી મંડળી દ્વારા પણ તપાસ કરવામાં આવશે અને આવા ખેડૂતોને બ્લેક લિસ્ટમાં મુકવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું, બીજી બાજુ આ સમગ્ર ઘટનાની જાણ જિલ્લા ખેતીવાડી અધિકારીને થતા તેઓએ પણ આ અંગે પ્રાથમિક તપાસ કરી હતી અને જેમાં હજી સુધી સરકારનો એક પણ રૂપિયાની નુકસાની સામે આવી નથી કારણ કે જે બિયારણ મંડળી દ્વારા આપવામાં આવ્યું છે તેની દરખાસ્ત કરવામાં આવશે અને દરખાસ્ત કર્યા બાદ તેની ખરાઈ કરાશે.
આ કૌભાંડથી અનેક સવાલો ઊભા થયા છે
અને ત્યારબાદ જ મંડળીને પેમેન્ટ કરવાનું હોય છે પરંતુ હજી સુધી આવી કોઈ દરખાસ્ત મંડળી તરફથી આવી નથી અને તપાસ દરમિયાન જો કોઈ ખેડૂતો કે મંડળી દોષિત ઠરાશે તો તેની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, સરકારના સહાય બિયારણનો કાયદેસર નિકાલ ન થવો કોની જવાબદારી ? ખેડૂતોના 7/12 દસ્તાવેજોનો દુરુપયોગ થતો હોવાનો મોટો ભેદ ખુલ્યો,જવાબદાર અધિકારીઓ સામે કઈ કાર્યવાહી હાથ ધરાશે ?













