જૂનાગઢમાં ધોધમાર વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ. ભારે વરસાદને પગલે જળાશયોમાં પાણીના સ્તરમાં વધારો થતા આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. વરસાદના કારણે જ્યાં શહેરી વિસ્તારના માર્ગો અને નેશનલ હાઈવે બિસ્માર બને છે ત્યાં ગ્રામીણ વિસ્તારોમાં પણ રસ્તાઓની સ્થિતિ વધુ ખરાબ જોવા મળી. સાંતલપુરના સરપંચ પણ ખરાબ રસ્તાને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે.
ગામનો રસ્તો બિસ્માર હાલતમાં
સાંતલપુર ગામનો રસ્તો છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં છે. ગ્રામ પંચાયતના સરંપચ દ્વારા આ મામલે તંત્રમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી. છતાં કામગીરી મામલે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અધિકારીઓની ઢીલી નીતિને લઈને સરપંચ સહિત સાંતલપુરના ગ્રામજનોમાં નારાજગી જોવા મળી. અને હાલમાં પાદરાના ગંભીરા બ્રિજ ધરાશાયી થતા 15થી વધુ લોકોનો મોત થયા. આ દુર્ઘટનાએ તમામ લોકોની ચિંતામાં વધારો કર્યો. આ દુર્ઘટના બાદ હવે સાંતલપુરના સરપંચે આકરા તેવર બતાવ્યા છે.
સરપંચે ઉચ્ચારી ચીમકી
સરપંચ વિપુલ કાપડિયાએ ચીમકી ઉચ્ચારી છે કે ત્રણ વર્ષથી બિસ્માર રસ્તાની સત્વરે કામગીરી નહી થાય તો અમે સામૂહિક રાજીનામા ધરી દઈશું. સરપંચ વિપુલ કાપડિયાએ ચીમકી ઉચ્ચારી છે કે ત્રણ વર્ષથી બિસ્માર રસ્તાની સત્વરે કામગીરી નહી થાય તો અમે સામૂહિક રાજીનામા ધરી દઈશું. સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં સરપંચ વિપુલ કાપડિયાએ જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી સાંતલપુરથી વંથલી વાણોદર હાઈવે પરનો રસ્તો ગામના રસ્તાઓ કરતા પણ ખૂબ ખરાબ હાલતમાં છે.
ભાજપમાં હોવા છતાં નથી થતી કામગીરી
આ રસ્તા પરથી ભારે ટ્રકોની અવરજવર રહે છે. અને અત્યારે વરસાદના લીધે ત્યાં ખાડા અને ગાબડા પડતા વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. એટલે અમે લોકોએ આ દુરસ્ત રસ્તાને લઈને ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી હતી. અમે આ મામલે ઉપલા લેવલના અધિકારી સુધી ફરિયાદ કરી હોવા છતાં અમારા કામ થયા નથી. વધુ તકલીફની વાત એ છે કે અમે સરકાર સાથે જોડાયેલા એટલે કે ભાજપ સાથે જોડાયા હોવા છતાં કેમ અમારા કામ થતા નથી. અધિકારીઓની ઢીલી નીતિના કારણે આખરે ગામના લોકોની સમસ્યા નિવારવા અમારે આકરું વલણ અપનાવવું પડ્યું હોવાનું સાંતલપુરના સરપંચે જણાવ્યું. કામ નહી થાય તો ગ્રામપંચાયતમાં સામૂહિક રાજીનામાં આપી દઈશું.