જૂનાગઢના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે નોળી નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયો છે, જેના પરિણામે માંગરોળથી માળીયા તરફ જતાં મુખ્ય માર્ગ પરનો વાહનવ્યવહાર થંભી ગયો છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો અટવાઈ ગયા છે અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.


પાણીના પ્રવાહ વચ્ચે કોઝવે પરથી પસાર થવું જોખમી

તમને જણાવી દઈએ કે, પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે કોઝવે પરથી પસાર થવું જોખમી બન્યું છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરક્ષા માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કોઝવે અવારનવાર વરસાદમાં બંધ થઇ હતો હોવાથી સ્થાનિક લોકોને ભારે હલકી ભોગવવી પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે પગલાં લીધા હોવાનું ધારાસભ્ય ભગવાનજી કરગટીયાએ જણાવ્યું છે. તેમના નિવેદન મુજબ, આ કોઝવે પર પુલ બનાવવા માટે રૂપિયા 7.5 કરોડની ફાળવણી કરી દીધી છે.

પુલ બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ

મહત્વનું છે કે, પુલ માટેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઇ ગઈ છે અને ચોમાસા બાદ તુરંત જ પુલનું કામ શરૂ કરવામાં આવશે. આ પુલનું નિર્માણ થઇ જવાથી ભવિષ્યમાં આ વિસ્તારના લોકોને આવી મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. વર્તમાન પરિસ્થિતિમાં જ્યાં સુધી પાણીનું સ્તર નીચે ન જાય ત્યાં સુધી કોઝવે પરથી પસાર ન થવા માટે પોલીસ દ્વારા લોકોને સૂચના આપવામાં આવી છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે, જૂના અને ઓછા ઊંચા કોઝવેને બદલે કાયમી પુલનું નિર્માણ કેટલું આવશ્યક છે.


  • Follow us on: