જૂનાગઢના માળીયા હાટીનાનો ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદથી લાછડી નાની સિંચાઈ ડેમ છલકાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થતા ઓવરફ્લો થયો છે. ડેમના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે. પીપળવા, આછિદ્રા છાપરી ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટમાં લોકોને અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.
માળીયા હાટીનાનો ડેમ ઓવરફ્લો













