જૂનાગઢમાં આવેલા દાતારના પર્વત પર થયેલા ભારે વરસાદને કારણે શહેરને પીવાનું પાણી પૂરું પાડતો વિલિંગ્ડન ડેમ આજે ઓવરફ્લો થયો હતો. ચોમાસાની આ સિઝનમાં આ બીજી વખત છે જ્યારે આ ડેમ છલકાયો છે. જેનાથી આગામી આખા વર્ષ માટે શહેરની પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. દાતારના પહાડી વિસ્તારમાં સતત અને ભારે વરસાદ વરસતા વિલિંગ્ડન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે.
ભારે વરસાદના કારણે વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો













