જૂનાગઢના મેંદરડા રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં સરકારી ગાડીની અડફેટે એક યુવાનનું કરુણ મોત થયું છે. આ ઘટના મેંદરડા રોડ પર નજીક બની હતી. જ્યારે યુવાન પગપાળા ચાલી રહ્યો હતો. આ અકસ્માત સર્જનાર ગાડી કુતિયાણા પાણી પુરવઠા બોર્ડની હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ વંથલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
સરકારી ગાડીએ યુવાનને અડફેટે લેતા મોત
તપાસ દરમિયાન પોલીસે ગાડીમાંથી દારૂ અને બિયરની બોટલો પણ જપ્ત કરી હતી. જેના આધારે ડ્રાઈવર અને ગાડીમાં સવાર અધિકારી બંનેની ધરપકડ કરવામાં આવી છે. મૃતક યુવાનને પોસ્ટમોર્ટમ માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને તેના પરિવારજનોને આ દુર્ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. આ ઘટનાએ ફરી એકવાર સરકારી વાહનોના દુરુપયોગ અને બેજવાબદાર વર્તણૂકનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે.













