ગાંધીનગરના કલોલમાં એસિડ એટેકની ઘટના સામે આવી છે. મહિલા હોમગાર્ડે રીક્ષા રોકતા તેની અદાવત રાખી અડધો કલાક બાદ એસિડ વડે રીક્ષા ચાલકે હુમલો કર્યો હતો. રીક્ષા ચાલકે એસિડનો બોટલ ભરીને આવ્યો અને મહિલાઓ ઉપર એસિડ ફેંક્યું હતું. આ હુમલામાં એક હોમગાર્ડ મહિલાને શરીરે એસિડ પડતા દાજી ગયા હતા. હુમલો કરી રીક્ષા ચાલક ફરાર થયો હતો.


મહિલા એસિડથી હુમલો

કલોલના છત્રાલ ઓવરબ્રિજ નીચે આજે સવારે હોમગાર્ડના જવાનો ટ્રાફિકની ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે એક રીક્ષા આડી ઊભી હોવાથી હોમગાર્ડ ભાવનાબેને રીક્ષા ચાલકને રીક્ષા લેવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ અન્ય હોમગાર્ડના જવાનો આવી જતા રીક્ષા ચાલકને પોલીસે મથકે લઈ જવામાં આવ્યો હતો. મહિલાઓ ફરીથી પોતાની નોકરી બજાવી રહી હતી ત્યારે રિક્ષા ચાલક હાથમાં એસિડનો બાટલો લઈને આવી ચડ્યો હતો.

રીક્ષા રોકતા તેની અદાવત રાખી હુમલો

રિક્ષા ચાલકે ફરજ બજાવી રહેલી મહિલાઓ ઉપર એસિડ વડે હુમલો કરી દીધો હતો. બાટલામાં રહેલ એસિડ ફેકવા લાગતા ફરજ બજાવી રહેલી મહિલાઓ બચવા માટે નાસી ગઈ હતી. આ હુમલામાં પાંચ જેટલી મહિલા હોમગાર્ડને શરીરે ઈજાઓ પહોંચી હતી. જેમાં ભાવનાબેન નામની મહિલાને મોઢાના ભાગે એસિડ પડતા દાઝી ગઈ હતી. દાઝી ગયેલી મહિલાને સારવાર માટે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: