કલોલમાં ચૂંટણીની અદાવતમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બોરીસણામાં વોટ આપ્યા નથી કહીને અપશબ્દો બોલ્યા હતા. 10થી 15 માણસોના ટોળા ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવાામાં આવ્યો છે. રાજુજી ઠાકોરે ટોળા ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. ગાડી ચડાવવાનો પ્રયત્ન કરતા દોડધામ મચી ગાઈ હતી. પોલીસે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.


ચૂંટણીની અદાવતમાં હુમલાનો પ્રયાસ

કલોલમાં ચૂંટણીની અદાવતમાં હુમલાનો પ્રયાસ કલોલ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. 10થી 15 માણસો પર ગાડી ચડાવી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગાડી ચડાવવાનો પ્રયત્ન કરતા દોડધામ મચી હતી. જેમાં એક વ્યક્તિ ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

10થી 15 માણસો પર ગાડી ચડાવી હુમલો કરવાનો પ્રયાસ

બોરીસણામાં ચૂંટણી પછી વોટ આપ્યા નથી કહીને અપશબ્દો બોલ્યા હતા. બાદમાં લોકો પર ગાડી ચડાવી હુમલાનો પ્રયાસ કરાતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. હાલ પોલીસે ફરિયાદના આધારે રાજુજી ઠાકોરે સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: