આણંદના ખંભાતમાં ગૂંગળાઇ જતા બે શ્રમિકના મોત થયાની ઘટના સામે આવી છે. બે શ્રમિકના મોત થતા પરિવારજનોએ હોબાળો કર્યો છે. કંપનીના માલિક ન આવતા મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો છે. હોસ્પિટલ બહાર શ્રમિકોના પરિવારજનો ઉગ્ર બન્યા છે. કંપનીના માલિકો સામે ગુનો નોંધવા પરિજનોની દ્વારા માગ કરવામાં આવી છે. FIRની નકલ આપો તો મૃતદેહ સ્વીકારીશું : પરિજન.


2 શ્રમિકોના મોત મામલે ભારે હોબાળો

ખંભાતના સોખડા સ્થિત એકતા ફ્રેશફૂડ કંપનીમાં ઝેરી ગેસ લાગતા 2 શ્રમિકોના મોત મામલે ભારે હોબાળો થયો છે. કંપનીના માલિકો ન આવતા પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. કાર્ડિયાક કેર હોસ્પિટલ બહાર મૃતક શ્રમિકોના પરિવારજનો ઉગ્ર બન્યા છે. કંપનીના માલિકોએ ફૂડ બનાવતી કંપનીમાં ગંદા કચરાના ETP પ્લાન્ટમાં શ્રમિકોને સફાઈ કરવા ઉતાર્યા હતા.

ખંભાતમાં ગૂંગળાઇ જતા બે શ્રમિકના મોત

ફૂડ પેકેઝિંગમાં કામ કરતા યુવકોને કોઈ પણ પ્રકારની સેફટી વગર ETP પ્લાંન્ટમાં સફાઈ કરવા ઉતાર્યા હતા. મૃતકના પરિવારે કહ્યું, કંપનીના માલિકો સામે ગુનો નોંધો અને એફ. આઈ. આરની નકલ આપો તો જ મૃતદેહ સ્વીકારીશું. આણંદના ખંભાતમાં ગૂંગળાઇ જતા બે શ્રમિકના મોત થયા છે. શ્રમિકો કેમિકલયુક્ત ટાંકો સાફ કરવા ઉતર્યા હતા. ઝેરી ગેસની અસર થતા બે શ્રમિકના મોત નીપજ્યા છે. 4 મજૂરને ખંભાતની હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. ડોક્ટર દ્વારા 2 મજૂરને મૃત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 2 મજૂરને ICU શિફ્ટ કરવામાં આવ્યા હતા.


  • Follow us on: