ખંભાત નગર પાલિકામાં કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું છે. 34 વર્ષીય પાર્થ પટેલનું હાર્ટ એટેકથી મોત થયું છે. કર્મચારીને ફરજ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો, હોસ્પિટલ ખસેડતા તબીબે મૃત જાહેર કર્યા. પાર્થ પ્રદીપ પટેલ એન,યુ.એલમ વિભાગમાં મેનેજરની પોસ્ટ પર કાર્યરત હતા.


નગર પાલિકામાં કર્મચારીનું હાર્ટ એટેકથી મોત

ખંભાત નગર પાલિકામાં એન,યુ.એલમ વિભાગમાં ફરજ બજાવતા 34 વર્ષીય કર્મચારીનું હાર્ટ અટેકથી મોત થયું છે. પાર્થ પ્રદીપ પટેલ એન,યુ.એલમ વિભાગમાં મેનેજરની પોસ્ટ પર કાર્યરત હતા તે દરમિયાન ફરજ પર એટેક આવ્યો હતો. સાથી કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ખંભાતની કાડીયા કેર હોસ્પિટલમાં ખસેડવા આવ્યા હતા. ડોક્ટર દ્વારા તપાસ કરી તેઓને મૃર્ત જાહેર કર્યા છે. 34 વર્ષીય નવ યુવાનનું અકાળે મોત થતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફરી વળી છે.

 નવ યુવાનનું અકાળે મોત થતા સમગ્ર પંથકમાં શોક

ખંભાત નગર પાલિકામાં કર્મચારીને ફરજ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ડોક્ટર દ્વારા તપાસ કરી તેઓને મૃર્ત જાહેર કર્યા છે. 34 વર્ષીય નવ યુવાનનું અકાળે મોત થતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફરી વળી છે.



  • Follow us on: