ખંભાતના મીતલી ગામે ખેડૂતો સાથે અન્યાય થયો હોવાનું સામે આવ્યુ છે. બેન્કે ખેડૂતોને 152 મુજબ નોટિસો પાઠવી છે. બેન્કે ખેડૂતો પાસે રિકવરી કરતા આ વિવાદ ઉઠ્યો છે. લોન ભરનાર, જમીન ન ધરાવનાર ખેડૂતો પાસે રિકવરી કરવામાં આવી રહી છે. આ વસૂલાતના કારણે ખેડૂતોએ પોતાનો રોષ ઠાલવ્યો છે. પોલીસ આ મામલે કોઇ એક્શન લે તે જરુરી છે. તેવી માગ ખેડૂતોએ કરી છે.
લોન ભરપાઈ કરી છતાં નોટિસો
લોનની ભરપાઇ કરી હોવા છતા ખેડૂતોને નોટિસ પાઠવવામાં આવી રહી છે. ત્યારે હેરાનગતિ શાંત કરવામાં આવે તેવી રજૂઆત ખેડૂતોએ કરી છે. કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસ ચાલી રહ્યો હોવા છતાં વસૂલાત કરવામાં આવી રહી છે. વસૂલાત કરવા માટે પહોંચેલા લોકો વિરુદ્ધ ખેડૂતોએ પોતાનો રોષ દર્શાવ્યો હતો. ખેડૂતો પાસે નાણાં ભરેલા પાવતીઓ છે. ચેકિંગની વિગતો પણ છે. કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં વસૂલાત થઇ રહી છે. આ તમામ બાબતો ખેડૂતોએ જણાવી હતી. જમીન ન ધરાવનાર વૃદ્ધાને 3.65 લાખ વસૂલાતની નોટિસ ફટકારવામાં આવી છે. પુરાવાના અભાવ સાથે વસૂલાત માટે પહોંચતા ખેડૂતોએ ઉગ્ર રોષ બતાવ્યો હતો.
વસૂલાત કરાતા રોષ
એક તરફ, ખેડૂતો પાક નુકસાની અને પાણીની અછતના કારણે પરેશાન હોય છે. ત્યારે બીજી તરફ, બેન્કો તરફથી પણ ખેડૂતોને હેરાનગતિ થતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કિસ્સામાં ખેડૂતો માટે 1 સાંધે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ પેદા થઇ છે. તો આ બેન્ક તરફથી ફટકારવામાં આવેલી નોટિસો મામલે શુ નિવારણ આવે છે તે માટે ખેડૂતો રાહ જોઇ રહ્યા છે.