ખેડામાં આઇસર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખેડા ધોળકા હાઇવે પર ગાંધીપુરા પાટીયા પાસેના અકસ્માતમાં આઇસર ચાલકનું કમ કમાટી ભર્યું મોત થયું છે. આઇસર અને ટ્રક અકસ્માત થતા આઇસરમાં આગ લાગી હતી. આગ લાગતા આઇસર ચાલકનું આગમાં સળગી જતા મોત થયું છે. ખેડા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર મેળવ્યો કાબુ મેળવ્યો છે.


 બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

ધોળકા હાઇવે પર ગાંધીપુરા પાટીયા પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં આઇસર ચાલકનું સળગી જવાથી મોત થયું છે. આ ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં આઇસર ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી.

આઇસર ચાલકનું કમ કમાટી ભર્યું મોત

અકસ્માત થતાની સાથે ઘટના સ્થળે આસપાસના લોકો એકઠા થયા હતા. ખેડા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચી આઇસરમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો છે. અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગતા આઇસર ચાલકનું કમ કમાટી ભર્યું મોત થયું છે. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટસ ખસેડી વધુ તાપસ હાથ ધરી છે.


  • Follow us on: