ખેડા નગરપાલિકાની મિલકત જપ્ત કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને નાણા ન ચૂકવતા કોર્ટે મિલકત જપ્ત કરવાનો આદેશ કર્યો હતો. ખેડા નગરપાલિકાનીનું વર્ષ 2015-16 નું 1 કરોડથી વધુનું બિલ ન ચૂકવતા કોર્ટ દ્વારા પાલિકાનો સંપૂર્ણ સામાન જપ્તનો આદેશ કરવામાં આવ્યો હતો. કોન્ટ્રાકટરે પાલિકાનો તમામ સામાન જપ્ત કર્યો છે.
ખેડા નગરપાલિકાની મિલકત જપ્ત
ખેડા નગરપાલિકા પાલિકાએ કોન્ટ્રાકટરને નાણાં નહિ ચૂકવતા કોર્ટે મિલકત જપ્તીના વોરંટ ઇસ્સુ કર્યા છે. એજન્સીએ ખેડા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને ટેબલ અને ખુરશી વિહોણા કરી નાખ્યા છે. ખેડા નગરપાલિકામાં કોર્ટ દ્વારા 44લાખ ઉપરાંતના બે કામના 1 કરોડ થી વધુ ના લહેણાં માટે મિલક્ત જપ્તી વોરન્ટ આપ્યું છે.
પાલિકામાં પ્રોટેક્શન વોલના કામો કર્યા હતા
વર્ષ 1015/16 મા બ્રહ્માણી કંટ્રક્શન દ્વારા પાલિકામાં પ્રોટેક્શન વોલના કામો કર્યા હતા. જે નાણાં પાલિકાએ ચૂકવ્યા ન હતા અને ખેડા ડિસ્ટ્રીક્ટ કોર્ટથી લઇ સુપ્રીમ કોર્ટમાં પણ ખેડા પાલિકાને કોઈ રાહત મળી નથી. બ્રહ્માણી કંટ્રક્શન નામની એજેન્સી 30 માણસોની ટીમ લઇ ખેડા પાલિકામાં પહોંચી ચીફ ઓફિસરની રૂમનો તમામ સામાન કોન્ટ્રાકટરે ખાલી કરી ગાડીઓમાં ભર્યો છે.
ચીફ ઓફિસર સહીત પ્રમુખ ગાયબ
ખેડા નગરપાલિકાના લગભગ વાહનો અને તમામ ફર્નિચર લઇ જવાનો એજેન્સીનો નિર્ધાર છે. ખેડા નગરપાલિકાના કર્મચારીઓ ચીફ ઓફિસર સહીત પ્રમુખ ગાયબ થઈ ગયા છે. પાલિકામાં કોઈ કર્મચારી કંઈ પણ કહેવા તૈયાર નથી. કોન્ટ્રાકટરે ગામના વિકાસ કામ માટેનો પીળો પંજો JCB પણ ઉઠાવી લીધું છે. નગરપાલિકા ઓમાં ચાલતા લોલમલોલ વહીવટમાં એક કરોડ રૂપિયા ક્યાં ખર્ચાયાએ પણ મોટો સવાલ છે.