ખેડા જિલ્લા સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખેડા તારાપુર ના બનાવવામાં આવેલ રોડની કામગીરીમાં અણધડ આયોજન સામે આવ્યું છે, તાલુકા પંચાયતની દુકાનોના દુકાનદારોએ ત્રાસીને મુખ્યમંત્રીને રજૂઆત કરી છતાં પણ સમસ્યાનો ઉકેલ નહીં.


છ મહિના પહેલા રોડ બનાવ્યો પણ પાણીની નથી ઉતરતા

ખેડા શહેરથી માતર, લીંબાસીથી તારાપુર ને જોડતો રોડ અંદાજે છ મહિના પહેલા બનાવવામાં આવ્યો છે. જેમાં આ રોડ માતર વિધાનસભાના વડુ મથક માતર ગામમાંથી પસાર થાય છે જ્યાં તમામ સરકારી કચેરીઓ જેમાં માતર તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, માતર કોર્ટ, માતર પોલીસ સ્ટેશન, આરોગ્ય કેન્દ્ર સહિતની તમામ સરકારી કચેરીઓ આ મુખ્ય રસ્તા પર જ આવેલી છે. અને આ મુખ્ય રસ્તો આરસીસી બનાવવામાં આવ્યો છે પરંતુ રોડની બંને બાજુ આવેલી ચોકઅપ ગટરો અને પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વરસાદ પડે ત્યારે વરસાદી પાણી તો ભરાય જ છે.

વરસાદ ન હોય ત્યારે પણ 24 કલાક ગટરનું ગંદુ પાણી ભરાયેલું રહે છે,

જેને કારણે આ તાલુકા પંચાયત કચેરીમા આવતા જતા લોકો આ ઉપરાંત તાલુકા પંચાયત હસ્તકનુ માધવલાલ શાહ શોપિંગ સેન્ટરની દુકાનોમાં આવતા ગ્રાહકોને ખૂબ જ હાલાકી પડી રહી છે.. જેમાં sbi તેમજ bobના ગ્રાહક સેવા કેન્દ્રો ઉપર દિવસના 250 થી 300 લોકો આવતા હોય છે, ઉપરાંત મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે તેને કારણે દુકાનદારોના ધંધામાં પણ ખૂબ જ મોટી અસર પડી રહી છે અને આ પરિસ્થિતિ જ્યારથી રોડ બન્યો છે ત્યારબાદ થી જ ઊભી થઈ છે હદ તો ત્યારે થઈ જ્યારે ભાડા ભરીને દુકાનમાં કટલરીનો ધંધો કરતી મહિલાઓએ પાણી ભરાઈ રહેવાને કારણે ગ્રાહકો ન આવતા હોવાથી રોડની સામેની બાજુ ફૂટપાથ ઉપર સ્ટોલ લગાવી લાઈટ પંખા વગર બળબળતા તાપમાં મજબૂરી વસાત ધંધો કરવો પડી રહ્યો છે.

અનેકવાર R&B સ્ટેટ વિભાગને રજૂઆત કરી છતાં પણ કોઈ ઉકેલ નહી

જેને લઇ સ્થાનિકો તેમજ દુકાનદારો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે, માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ ના અધિકારીઓને વારંવાર લેખિતમાં ફરિયાદ કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અંતે આ અંગે મુખ્યમંત્રીને પણ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે તેના જવાબમાં મુખ્યમંત્રીએ ખેડા માર્ગ અને મકાન સ્ટેટ વિભાગના અધિકારીઓને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પણ સૂચન કર્યું છે તેમ છતાં મુખ્યમંત્રીના સૂચનને પણ અધિકારીઓ જાણે ઘોળીને પી ગયા હોય તેમ આજ દિન સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરી નથી અને સમસ્યા ઠેરની ઠેર છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ક્યારે માર્ગ અને મકાન સ્ટેટ વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી જાગે છે અને આ સમસ્યાનુ વહેલી તકે નિરાકરણ લાવે છે.


  • Follow us on: