સાબરમતી નદીમાં પાણી છોડાતા સાબરમતી નદી ગાંડીતૂર બની છે. ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે.


કલોલી ગામમાં પાણી ફરી વળતા સંપર્ક વિહોણું

સાબરમતી નદીના પાણી ખેડાના ગામોમાં ઘૂસ્યા છે. ખેડાના કલોલી ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે જેથી કલોલી ગામમાં ફરી વળતા સંપર્ક વિહોણું બન્યું છે.

કલોલીથી પથાપુરા રોડ પર ઢીંચણસમા પાણી

ઉપરાંત આસપાસના પથાપુરા, રસીકપુરા, કલોલી, રઢુ ગામમાં પાણી ઘૂસ્યા છે. 1000 હેક્ટરથી વધુ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. કલોલીથી પથાપુરા રોડ પર ઢીંચણસમા પાણી ભરાયા છે.

ધરોઇ અને સંત સરોવરમાંથી પાણી છોડાયું

ઉલ્લેખનિય છે કે રાજસ્થાનના ઉપરવાસમાં તથા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ધરોઇ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ઉપરાંત સંત સરોવરના પણ 21 દરવાજા ખોલવામાં આવ્યા છે પરિણામે સાબરમતી નદીનું જળસ્તર વધી ગયું છે.

ખેતરો જળબંબાકાર બન્યા

ઉત્તર ગુજરાતમાંથી પસાર થતી સાબરમતી નદી ગાંધીનગર અને અમદાવાદ થઇને ખેડા જિલ્લામાં પ્રવેશે છે અને તેથી ખેડા જિલ્લાના સાબરમતીના તટે આવેલા ગામોમાં સાબરમતીના પાણી ફરી વળ્યા છે. ખેતરો જળબંબાકાર બન્યા છે. 

  • Follow us on: