મહેસાણા જિલ્લાના ખેરાલુ-સતલાસણા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઇક સવાર યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. કાદરપુરના સાંઈબાબા મંદિર નજીક આ ઘટના બની હતી. જેમાં એક ડમ્પર ચાલકે બાઇક સવારને અડફેટે લઈને લગભગ 30 ફૂટથી વધુ ઘસડ્યો હતો. આ ઘટનામાં એક બેફામ ડમ્પર ચાલકે બાઇક સવારને ટક્કર મારીને તેને લગભગ 30 ફૂટ સુધી ઘસડ્યો હતો.


અકસ્માતમાં બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત

આ ગંભીર અકસ્માતને કારણે બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વધુ કરુણતાની વાત એ હતી કે અકસ્માત બાદ બાઇકમાં આગ લાગી હતી. ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ડમ્પર લઈને તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. આ દુર્ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્થાનિકોએ બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. ઘટનાની જાણ થતાં જ ખેરાલુ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો અને કાર્યવાહી હાથ ધરી 

પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. આ દુર્ઘટનાથી ફરી એકવાર હાઈવે પર બેફામ વાહન ચલાવતા મોટા વાહનચાલકોની બેદરકારી અને માર્ગ સલામતી પર ગંભીર સવાલો ઉભા થયા હતા. લોકોએ માંગ કરી હતી કે આવા બેફામ ચાલકો સામે કડક પગલાં ભરવામાં આવે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવે.


  • Follow us on: