ગુજરાતના દરેક જિલ્લામાં સિઝનનો સારામાં સારો વરસાદ થયો છે અને વરસાદી પાણીના કારણે ઘણા સ્થળોએ અનેક સમસ્યાઓ સર્જાઈ છે. ખેરાલુમાં પણ મેઘરાજાનું ત્રાંડવ જોવા મળી રહ્યું છે. ખેરાલુ તાલુકાના વરેઠા ગામે ગઈ કાલે પડેલા વરસાદથી રહીશો અને ખેડૂતોને ભારે નુક્સાન થયું છે. 4 ઈંચ થી વધુ વરસાદ પડતાં વરેઠાના દેવીપૂજકના ઘરોમાં પાણી ઘુસ્યા હતા. આ વરસાદી પાણી 10 જેટલા ઘરોમાં ઘુસ્યા હતા. ગામના સરપંચે JCB મશીનની મદદથી નાળાઓ ખુલ્લા કરી પાણીનો નિકાલ કર્યો હતો અને તેમને આશ્વાસન આપ્યું હતું.


JCB મશીનની મદદથી નાળાઓ ખુલ્લા કરી પાણીનો નિકાલ કરાયો

ખેરાલુના વરેઠામાં વરસાદી પાણીના કારણે તારાજી સર્જાઈ છે. ગામના સરપંચને જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ વરસાદી પાણીનો નિકાલ થાય તે માટેની તજવીજ હાથ ધરી હતી. સરપંચે ગામમાં ભરાતા પાણીની સમસ્યાને શોધી કાઢી હતી. નાળામાંથી પાણીનો નિકાલ કરવા JCB લાવી તેના નાળાઓને ખુલ્લા કરવામાં આવ્યા હતા અને પાણીનો નિકાલ કર્યો હતો. ઘરોમાં વરસાદી પાણી ભરાતાં ઘરવખરીનો સામાન બગડ્યો હતો. તેમજ સંપૂર્ણ અનાજ પલળી ગયું હતું. આથી પરીવારજનોની હાલત કફોડી બની છે. વરસાદી પાણીના અસરગ્રસ્ત 10 ઘરોના પરિવારની સંરપચ, ડેલીગેટ સહિતના ગામજનોએ મુલાકાત કરી આશ્વાસન આપ્યું હતું. ભારે વરસાદના પગલે ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે.

સરપંચ તથા ગામલોકો આવ્યા મદદે

ખેરાલુમાં વરસાદી પાણીના કારણે થયેલી તબાહીથી 10 ઘરોના પરિવારનો અનાજનો જથ્થો પલળી જતાં ભૂખે રહેવાનો વારો આવ્યો હતો, ત્યારે ગામના સરપંચ, ડેલીગેટ તેમજ ગામ લોકો મદદે આવ્યા હતા. ગામલોકોએ આશ્વાસન આપ્યું હતું અને તેમને મદદરૂપ થયા છે પરિવારનું ગુજરાન ચલાવવા હાલમાં પડતી તમામ તકલીફોને દૂર કરવાના પ્રયત્ન કર્યા છે. 

  • Follow us on: