કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં એક મોટી દુર્ઘટના ટળતા રહી ગઈ હતી. અહીંના ઉમિયા ગામમાં એક દસ વર્ષનો બાળક ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો. પરંતુ ગામના લોકોની સમયસૂચકતા અને ભારે જહેમત બાદ બાળકને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ગામનો 10 વર્ષીય રાકેશ મહેશ કોલી નામનો બાળક રમતા-રમતા અચાનક ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો. બાળક બોરવેલમાં પડતા જ તેના રડવાનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
બોરવેલમાં પડી ગયેલ બાળકને ગ્રામજનોએ બચાવી લીધો













