કચ્છના માંડવી તાલુકામાં આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે માસૂમ કિશોરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. માંડવી-મુન્દ્રા હાઈવે પર આવેલા ફરાદી ત્રણ રસ્તા નજીક એક બેફામ ટ્રકે બાઈકને ટક્કર મારતા આ દુર્ઘટના બની હતી. બંને કિશોરો બાઈક પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી હતી.
માંડવીના ફરાદી ત્રણ રસ્તા નજીક અકસ્માત સર્જાયો













