કચ્છના મુન્દ્રામાં જૂના બંદર રોડ પર હાઈડ્રા ક્રેઈનની અડફેટે એક વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગયો હતો. સમગ્ર ઘટનાને લઈ રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ રસ્તા પર ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર ઘટના મુન્દ્રાના જૂના બંદર રોડ પર બની હતી. જ્યાં મૃતક વૃદ્ધ મંદિરે દર્શન કરવા આવ્યા હતા. રોડની બાજુમાં ઊભા રહીને દર્શન કરતા સમયે બેફામ ગતિએ આવતી હાઈડ્રા ક્રેઈને તેમને અડફેટે લઈ લીધા હતા.













