કચ્છ જિલ્લામાં ભૂકંપના આચંકામાં વધારો થયો છે. કચ્છમાં વધતા ભકૂપંના આંચકાને લઈને સિસ્મોલોજી વિભાગના ડિરેકટર જનરલ સુમેર ચોપરાએ જણાવ્યું કે નાના ભૂકંપ આવવા એક રીતે સારી બાબત છે. કચ્છમાં સરેરાશ મહિનામાં 2 વખત ભૂકંપ આવે છે. જો કે મોટાભાગના ભૂકંપની તીવ્રતા 3ની આસપાસ હોય છે. કચ્છમાં ભૂકંપની હાલની એક્ટિવિટી નોર્મલ છે.
ચાલુ વર્ષે 12 કરતા વધુ આંચકા આવ્યા













