કચ્છ જિલ્લાના રાપરમાં ખેડૂતોની ખાતર મેળવવા માટે લાંબી લાઇનો જોવા મળી રહી છે. ખાતર મેળવવા માટે વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી લાઇનો જોવા મળી હતી. રવિ પાકના વાવેતરમાં ખાતર ન મળતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે તાત્કાલિક ખાતરની વ્યવસ્થા કરવા માટે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.


ખાતર મેળવવા માટે લાંબી લાઇનો લાગી

કચ્છના રાપરમાં ખેડૂતોની ખાતર મેળવવા માટે લાંબી લાઇનો લાગી છે. હાલ રવિ પાકના વાવેતર કરવા માટે ખેડૂતોને ખાતરની તાત્કાલિક જરૂર હોય છે, ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમા સહકારી ખરીદ વેચાણ સંઘ તથા ખેડૂત મંડળીમાં ખાતર મેળવવા માટે વહેલી સવારથી જ ખેડૂતો લાઇન લગાવી ઉભા રહે છે.

ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ભારે મુશ્કેલી

આ અંગે ખેડૂત આગેવાન અને રામવાવના પૂર્વ સરપંચ કરશનભાઈ મણવરે જણાવ્યું હતું કે, ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ભારે મુશ્કેલી પડે છે. ખાતર માટે ખેતરમાં વાવણી કરવામાં તકલીફ પડી રહી છે. એટલે તાત્કાલિક સરકાર દ્વારા વાગડ વિસ્તારમાં ખાતરની વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.

  • Follow us on: