કચ્છમાં ભૂકંપના આંચકાના બનાવો સતત પ્રકાશમાં આવી રહ્યાં છે. આજના દિવસમાં બે વખત કચ્છની ધરા ધૃજી છે. આજે બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ ધરતીકંપ અનુભવાયો હતો. 3.1ની તિવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 10 કિ.મી દૂર મેઘપર ખાતે નોંધાયું હતું. આ ઉપરાંત રાત્રે પોણા 10 વાગ્યાની આસપાસ ફરીવાર ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેની તિવ્રતા ચારની હોવાનું જાણવા મળ્યુ હતું. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 20 કિ.મી દૂર નોંધાયું હતું.
થોડો સમય માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો













