રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ભુજ પહોંચ્યા હતાં. ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે મિલિટરી સ્ટેશનમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે ભુજમાં જવાનો સાથે દશેરાની ઉજવણી કરી હતી. તેમણે રાવણ દહન પણ કર્યુ હતું. રક્ષા મંત્રીએ જવાનો સાથે ભોજન લીધું હતું. ઓપરેશન સિંદૂરમાં ભૂમિકા ભજવનાર જવાનોનું સન્માન કર્યું હતું.
રક્ષામંત્રીએ જવાનો સાથે ભોજન લીધું
રક્ષા મંત્રીએ કહ્યું હતું કે, કચ્છ અને ભુજની ધરતી સાહસની એક ગાથા છે. આજે દેશની સામે સાઈબર અને ડ્રોન એટેક સહિત આતંકવાદ જેવા પડકારો છે. યુદ્ધ જીતવા માટે મનોબળ અને અનુશાસન જરૂરી છે. દેશની સીમાઓએ હંમેશા સૈનિકોની બહાદૂરી જોઈ છે. આ પડકાર સામે લડવા હથિયાર એક માત્ર ઉપાય નથી.જવાનોને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જરૂરી છે. યુદ્ધ માત્ર હથિયારથી નથી લડાતા.













