કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી બિનવારસી માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. આજે ફરી એકવાર કચ્છના ક્રિક વિસ્તારમાંથી સરહદી સુરક્ષા દળને પેટ્રોલિંગ દરમિયાન ચરસના 20 પેકેટ મળી આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર દરિયાઈ સીમાની સુરક્ષા પર સવાલો ઊભા કર્યા છે. BSFની ટીમ દરિયાઈ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને દરિયાકાંઠે બિનવારસી હાલતમાં ચરસના પેકેટ પડ્યા હોવાનું જણાયું હતું.
ક્રિક વિસ્તારમાંથી 20 બિનવારસી પેકેટ મળ્યા













