ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ કરીને સરકાર ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અંગેના દાવા કરે છે. આ ઉપરાંત કન્યા શિક્ષણને લઈને સરકાર દ્વારા અનેક યોજનાઓ જાહેર કરાઈ છે. ત્યારે સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ સાથે થતાં દુર્વ્યવહારના કારણે સરકારના પ્રયાસો પર પાણી ફરી વળે છે. ખેડાના મહુધામાં કન્યાશાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીનીની ચોટલી કાપી નાંખતા વિવાદ સર્જાયો છે. આ ઘટનાથી વાલીઓમાં રોષ ફેલાયો છે.


ખેડાના મહુધામાં વિદ્યાર્થિનીની ચોટલી કાપતા વિવાદ

પ્રાપ્ત વિગતો પ્રમાણે સરકાર કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ અમલમાં મુકે છે. બીજી તરફ સ્કૂલોમાં શિક્ષકો તરફથી વિદ્યાર્થીનીઓ સાથે અનેક વખત દુર્વ્યવહાર કરવામાં આવતો હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવે છે. સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે બે ચોટલી વાળીને આવવાનો નિયમ અમલી બનાવાયો છે. ત્યારે એક વિદ્યાર્થિની બે ચોટલી વિના આવતી હોવાથી શિક્ષિકાએ તેની ચોટલી કાપી નાંખતા વિવાદ સર્જાયો છે.

કન્યા શાળામાં વિદ્યાર્થીનીની ચોટલી કાપતા વિવાદ

ખેડાના મહુધામાં કન્યા શાળામાં ભણતી એક વિદ્યાર્થીનીની શિક્ષિકાએ ચોટલી કાપી નાંખતા વિવાદ સર્જાયો છે. આ ઘટનાથી વાલીઓમાં રોષ ફેલાયો છે. આજે વાલીઓ દ્વારા સ્કૂલમાં પહોંચીને શિક્ષકો સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સામે શિક્ષકોએ પણ વિદ્યાર્થિની શાળાના નિયમોનો ભંગ કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધોરણ 8મા ભણતી વિદ્યાર્થીનીને વારંવાર 2 ચોટલા વાળીને આવવાનુ કહેવા છતા તે નિયમનુ પાલન ન કરતી હોવાથી ચોટલી કાપી હોવાનુ સામે આવ્યું છે.

સમગ્ર મામલે શાળાના આચાર્યએ TPEOને કરી જાણ

કન્યાશાળાની શિક્ષિકા સામે વાલીઓ રોષે ભરાયા હતાં. શાળામાં પહોંચીને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આ અંગે શિક્ષણ અધિકારીએ પણ ફરિયાદ કરાશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. બીજી બાજુ સમગ્ર મામલે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા TPEOને જાણ કરવામાં આવી છે. વાલીઓએ શાળામાં જઈ ઉગ્ર રજૂઆત કરતાં વિવાદ સર્જાયો છે.


  • Follow us on: