જૂનાગઢમાં ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો છે. માણાવદરના રિવરફ્રન્ટને લઈને આંતરિક વિવાદ વકર્યો છે. જેમાં માણાવદર વિધાનસભાના ઈન્ચાર્જે આક્ષેપો કર્યાં છે. દિનેશ ખાટરીયાએ જવાહર ચાવડા સામે આક્ષેપો કર્યા છે. રિવરફ્રન્ટમાં પૂર્વ કેબિનેટ મંત્રીના ટેકેદારોએ પૈસા ખાધા હોવાના આક્ષેપ કર્યા છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, નગરપાલિકા આ રિવરફ્રન્ટનો કબજો લેવા તૈયાર છે.


દિનેશ ખાટરીયાએ કર્યા ગંભીર આક્ષેપ

જૂનાગઢમાં માણાવદર રિવરફ્રન્ટને લઈને ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો છે. માણાવદર વિધાનસભાના ઈન્ચાર્જ દિનેશ ખાટરિયાએ ગોપાલ ઈટાલિયા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડા સામે આક્ષેપ કર્યા છે. દિનેશ ખાટરીયાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, રિવરફ્રન્ટમાં પૂર્વ કેબિનેટ મંત્રીના ટેકેદારોએ પૈસા ખાધા છે. નગરપાલિકા આ રિવરફ્રન્ટનો કબજો લેવા તૈયાર છે. તેમણે ગોપાલ ઈટાલિયાને કહ્યું હતું કે, તેઓ માણાવદરની ચિંતા ના કરે અહીંની ચિંતા કરનારા ધારાસભ્ય અરવિંદ લાડાણી છે.

રિવરફ્રન્ટ માટે ગ્રાન્ટ ફાળવવા મુખ્યમંત્રીને રજૂઆત કરી

ધારાસભ્ય અરવિંદ લાડાણીએ માણાવદર રિવરફ્રન્ટ માટે ગ્રાન્ટ ફાળવવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. નગરપાલિકા રિવરફ્રન્ટનો કબજો લેશે તો લોકો પર બોજ વધશે.ઉલ્લેખનીય છે કે, માણાવદર નવલાલા પુલથી - બાંટવા રોડ પર ગુજરાત ટુરીઝમ વિભાગ દ્વારા અંદાજે 20 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે આ રિવરફ્રન્ટ બની ગયા બાદ કોઈ તંત્ર સંભાળવા તૈયાર ન હોવાથી ધૂળ ખાઈ રહ્યો છે પરંતુ હજી સુધી આ રિવરફ્રન્ટ ખુલ્લો મુકવામાં આવતો નથી.


  • Follow us on: