કચ્છમાં ગૌચર જમીન પર મોટાપાયે દબાણની ફરિયાદો સામે આવી હતી. જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. કચ્છમાં દબાણકારો સામે તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે. જેમાં અબડાસામાં 207 એકર ગૌચર જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યા છે. આ સાથે ગ્રામ્ય હસ્તકની વિંગાબેર ગામની ગૌચરમાંથી પણ દબાણ દૂર કરવામાં આવ્યા છે.
નોટિસ આપવા છતા દબાણ દૂર ન કરતા કાર્યવાહી
આ અગાઉ તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી, તેમ છતા દબાણો દૂર કરવામાં આવ્યા ન હતા. જે કારણે તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્રની કડક કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે. ગૌચર જમીન મુક્ત થતાં પશુપાલકો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.













