અમદાવાદ શહેરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. વાસણા વિસ્તારના ગુપ્તાનગર ખાતે આવેલા સિદ્ધિવિનાયક આર્કેડ નામના બિલ્ડિંગ પરથી ઝંપલાવીને એક 30 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, યુવતીએ બિલ્ડિંગના ઊંચા માળ પરથી નીચે ઝંપલાવ્યું હતું, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.


ગુપ્તાનગર વિસ્તારમાં અરેરાટી

આ બનાવની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વાસણા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે યુવતીના મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હાલ યુવતીના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. યુવતી કોણ હતી, કયા કારણોસર તેણે આ આત્મઘાતી પગલું ભર્યું અને શું તે આ આર્કેડમાં રહેતી હતી કે પછી બહારથી આવી હતી, તે અંગેના તમામ પાસાઓની પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Navsari માં BLO શીતલ પટેલની તબિયત લથડી, તાત્કાલિક સારવાર અપાઈ, દીકરીએ ઉપરી અધિકારીઓ સામે મોરચો ખોલ્યો 

  • Follow us on: