અમદાવાદ શહેરના રહેવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. 10 કરોડ રૂપિયાના ખર્ચે વસ્ત્રાપુર તળાવનું રિનોવેશન કરવાાં આવી રહ્યું છે. વસ્ત્રાપુર તળાવનું રિનોવેશન પૂર્ણ થવાની સાથે જ ટૂંક સમયમાં તેનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ અંગે AMC રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી દ્વારા માહિતી આપવામાં આવી છે.
વસ્ત્રાપુર તળાવનું ટૂંક સમયમાં ઉદ્ધાટન થશે
AMC રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વસ્ત્રાપુર તળાવનું 10 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. હવે આ નવીનીકરણની કામગીરી પૂર્ણ થતા વસ્ત્રાપુર તળાવનું ઉદ્ધાટન ટૂંક સમયમાં જ કરવાાં આવશે. આ તળાવમાં મુલાકાતીઓ માટે 10 રૂપિયા પ્રવેશ ફી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.













