અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા માટે આજે એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી ફેલાવવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ કુલ 50 એકમોને સીલ મારવાની કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં નિકોલમાં આવેલી RBL બેંક જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે.


સીલ અને દંડનો પ્રહાર

આ ઉપરાંત, વસ્ત્રાલ વિસ્તારમાં પ્રખ્યાત સુપર ભાજીપાવ અને શાહપુરમાં જય ભવાની ચવાણા જેવા જાણીતા ખાણી-પીણીના એકમો સામે પણ ગંદકી અને પ્લાસ્ટિકના ઉપયોગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ચાંદલોડિયામાં હાઉસ ઓફ આરના અને રિદ્ધિ સિદ્ધિ પાન પાર્લરને પણ સીલ મારવામાં આવ્યું છે. આ 50 એકમોને સીલ કરવા ઉપરાંત, સોલિડ વેસ્ટ વિભાગે તમામ એકમોને સંયુક્ત રીતે રૂ. 4 લાખથી વધુનો દંડ પણ ફટકાર્યો છે. AMCના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા કોઈપણ એકમને છોડવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે.

આ પણ વાંચો : Rajkot News : એક-બે નહીં, 8 ફ્લાઈટ રદ! સતત ત્રીજા દિવસે ઈન્ડિગોની બેદરકારી, પ્રવાસીઓના પ્રવાસના પ્લાન પર પાણી ફેરવાયું

  • Follow us on: