ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. આમ આદમી પાર્ટીએ તો ઉમેદવારોની જાહેરાત પણ કરી દીધી છે. આ ઉમેદવારોમાં અમદાવાદમાં વિવાદ સામે આવ્યો છે. શહેરના બાપુનગર વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે સંપત્તીની તકરારમાં હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


વોર્ડ નંબર 38માં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર

અમદાવાદના બાપુનગરમાં આમ આદમી પાર્ટીએ અમઝદખાનને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યો છે. તેણે સંપત્તીની તકરારમાં સાત લોકો સાથે મળીને એક યુવક પર હુમલો કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આવા હુમલાખોર આરોપીને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર બનાવતા લોકોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અમઝદખાન અમદાવાદમાં વોર્ડ નંબર 38માં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છે.

સાત લોકો સાથે મળીને હુમલો કર્યો

અમઝદખાને બાપુનગરના સુંદરનગરમાં રહેતા એક યુવકને સંપત્તીની તકરારમાં એક યુવક પર સાત લોકો સાથે મળીને હુમલો કર્યો હતો. તેણે યુવકને ઘરેથી નીચે બોલાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સમગ્ર બનાવને લઈને લોકોમાં અમઝદખાન વિરૂદ્ધ રોષ ભરાયો છે. પોલીસે યુવકની ફરિયાદને આધારે અમઝદખાન સહિતના લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Gandhinagar News: રબારી, ભરવાડ અને ચારણ જ્ઞાતિને STમાંથી હટાવી OBCમાં સમાવવા સરકારની વિચારણા


  • Follow us on: