ઈન્કમટેક્સ વિભાગ દ્વારા કરદાતાઓને રિટર્ન ભરવામાં તકલીફ નહીં પડે તે માટેના સતત સુધારા કરવામાં આવતા હોય છે.ચાલુ વર્ષે આઈટી રિટર્નના ફોર્મમાં મોટાભાગની વિગતો પહેલેથી જ ભરેલી હોય તેવી રીતના ફોર્મ બહાર પાડવામાં આવનાર છે.જેથી કરદાતાઓને લાંબા અને માથાકૂટ ફોર્મ ભરવામાંથી છુટકારો મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે જે ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે તેમાં વિગતો પહેલેથી જ ભરેલી હોવાના કારણે નાની નાની ભૂલોને કારણે કરદાતાઓને નોટિસ મળતી હતી તેમાં પણ રાહત મળવાની છે.


અનેક પ્રકારના ફોર્મ્સને બદલે હવે મર્યાદિત ફોર્મ્સ

આ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેથી આઈટી રિટર્ન ભરવા માટેના ફોર્મ આગામી દિવસોમાં બહાર પાડવામાં ઓ તો કરદાતા તે ફોર્મની પૂરતી ચકાસણી કરીને જાતે જ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે. જોકે છેલ્લા કેટલાય સમયથી ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સરલ ફોર્મ બહાર પાડવાની વાતો કરી રહ્યું હતું. જોકે તેનું અમલીકરણ ચાલુ વર્ષથી કરવામાં આવે તેવી શક્યતાઓ વધી છે. અગાઉના જટિલ અને અનેક પ્રકારના ફોર્મ્સને બદલે હવે મર્યાદિત ફોર્મ્સ હશે. ફોર્મમાં વપરાતી ભાષા પણ અત્યંત સરળ રાખવામાં આવી છે જેથી સામાન્ય કરદાતા તેને સહેલાઈથી સમજી શકે.

ડેટા એન્ટ્રીમાં થતો સમય બચશે

નવા ફોર્મ્સમાં કરદાતાની મોટા ભાગની વિગતો પહેલેથી જ ભરેલી હશે. આનાથી ડેટા એન્ટ્રીમાં થતો સમય બચશે અને ભૂલો થવાની શક્યતા નહિવત થઈ જશે. કિંમતી સમય બચશે અને માનસિક તણાવમાં ઘટાડો થશે. ઓછું ટાઈપિંગ અને વધુ સુવિધાના મંત્ર સાથે તૈયાર કરાયેલા આ ફોર્મ્સ દ્વારા કરદાતાઓ કોઈપણ અડચણ વગર ગમે ત્યાંથી પોતાનું ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશે. ઓછી ભૂલો એટલે ઓછી ફરિયાદો અને ઝડપી પ્રોસેસિંગ, જે અંતે કરદાતા અને સરકાર બંને માટે ફાયદાકારક સાબિત થશે. આવકવેરા વિભાગનો આ પ્રોજેક્ટ 'Simplified Forms. Smarter Filing' ના વિઝન હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: રબારી, ભરવાડ અને ચારણ જ્ઞાતિને STમાંથી હટાવી OBCમાં સમાવવા સરકારની વિચારણા


  • Follow us on: