અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનારા રફ્તારના રાક્ષસ તથ્ય પટેલને સાક્ષીએ કોર્ટ સમક્ષ ઓળખી બતાવ્યો છે. સાક્ષીએ વીડિયો કોન્ફરન્સમાં તથ્યને ઓળખી બતાવ્યો છે.


ટોપી પહેરેલ અને બ્લુ શર્ટવાળો તથ્ય પટેલ છે.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તથ્ય પટેલ અકસ્માત કેસની સુનાવણીમાં સાક્ષીઓની જુબાની લેવાઇ હતી જેમાં એક સાક્ષીએ આરોપી તથ્ય પટેલને ઓળખી બતાવતાં કહ્યું હતું કે ટોપી પહેરેલ અને બ્લુ શર્ટવાળો તથ્ય પટેલ છે. કોર્ટે સાક્ષીને પુછ્યું હતું કે તુ તથ્યને ઓળખે ખરો..ત્યારે સાક્ષીએ કહ્યું કે ટોપી પહેરેલો અને બ્લ્યુ શર્ટવાળો તથ્ય પટેલ છે. સાક્ષીએ ગ્રામ્ય કોર્ટમાં અકસ્માતની ઘટના પણ વર્ણવી હતી.

તથ્ય પટેલની ગાડી ઓવર સ્પીડમાં હતી

સાક્ષીએ કહ્યું હતું કે તથ્ય પટેલની ગાડી ઓવર સ્પીડમાં હતી. ગાડીના બોનેટ અને આગળ-પાછળ મૃતદેહ પડ્યા હતા અને 30 મિનિટ પછી મને સોલા સિવિલ લઇ ગયા હતા.

હું ગાડીના પાછળના ભાગે ફસાયો હતો

અકસ્માતનો ભોગ બનવાર આ સાક્ષીએ કોર્ટમાં કહ્યું હતું કે હું ગાડીના પાછળના ભાગે ફસાયો હતો. તેણે કહ્યું હતું કે હું જો ગાડીની પાછળના ભાગે ફસાયો હોત તો વધુ જાનહાનિ થઇ હોત. ઉલ્લેખનિય છે કે અકસ્માતમાં સાક્ષીને બંન્ને પગે ફ્રેક્ચર થયું હતું.તેને ડાબા પગમાં 3 ફ્રેક્ચર અને જમણા પગમાં 1 ફ્રેકચર થયા હતા.


આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : ગુજરાત પોલીસે સ્પેશ્યલ ડ્રાઇવ કરી ગુનેગારોમાં ફફડાટ ફેલાવ્યો હતો, 100 કલાકમાં રાષ્ટ્રવિરોધી તત્વોનું ચેકીંગ થયું હતું


  • Follow us on: