ગત 21 તારીખે વડોદરા તરફથી એક પરિવાર પોતાની કાર લઈને સુરેન્દ્રનગર જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં બે શખ્સોએ કારને રોકાવી મારામારી કરીને તેમને લૂંટી લીધા હતા અને લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.


પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપ્યા

પોલીસે તપાસ દરમિયાન આસપાસના ટોલ પ્લાઝા તથા હોટેલના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં સ્કોર્પિયો કાર અને તેના ચાલકોની ઓળખ થઈ હતી. પોલીસે ગોવિંદ વાઘેલા અને કમલેશ સલાટને ઝડપી લીધા હતા

કારમાં રહેલા 2 મોબાઈલ અને 8 હજાર રૂપિયા રોકડ લઈ ફરાર થઈ ગયા હતા

પોલીસ મુજબ, લૂંટ કરતા પહેલા બંને આરોપીઓએ પહેલા 20-25 કિમી દૂરથી કારનો પીછો કર્યો અને પછી ટક્કર મારીને કાર રોકાવી. ત્યારબાદ મારામારી કરી કારમાં રહેલા 2 મોબાઈલ અને 8 હજાર રૂપિયા રોકડ લઈ ફરાર થઈ ગયા હતા. આરોપીઓની ધરપકડ પછી સમગ્ર મુદ્દામાલ પોલીસ કબ્જે કરી લઇ છે.


આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : આ વર્ષે ગુજરાત 16,700 સ્ટાર્ટઅપ્સ સાથે દેશમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ બન્યું હતું

  • Follow us on: