અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર થયેલા હુમલાની ઘટનાને લઈ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી તકરાર બાદ એક વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.


 સગીર સહિત કુલ 9 લોકોને રાઉન્ડ અપ કર્યા

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી સગીર સહિત કુલ 9 લોકોને રાઉન્ડ અપ કર્યા હોવાનું જાણવા મળે છે.

સમગ્ર ઘટનાની તપાસ શરુ

પોલીસ દ્વારા હુમલાની સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને સંડોવાયેલા આરોપીઓ સામે કાયદેસરની ધરપકડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અગાઉથી ચાલતી અણબનાવના કારણે આ ઘટના બની

પ્રાથમિક તપાસ મુજબ, સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉથી ચાલતી અણબનાવના કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. નેશનલ સ્કૂલ બહાર જાહેર સ્થળે થયેલા આ હુમલાથી વાલીઓ અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે.

રાજ્યના શિક્ષણમંત્રીએ પણ ગંભીર નોંધ લીધી

આ ઘટનાને લઈ રાજ્યના શિક્ષણમંત્રીએ પણ ગંભીર નોંધ લીધી છે. શિક્ષણમંત્રી દ્વારા સ્કૂલના વિદ્યાર્થી પર થયેલા હુમલાની સંપૂર્ણ વિગતો માંગવામાં આવી છે તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

હાલ CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનના આધારે તપાસ

પોલીસ તંત્ર દ્વારા હાલ CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈ વધુ ખુલાસા થવાની શક્યતા છે.


આ પણ વાંચો----     Gujarat Latest News Live : રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું, અમરેલીમાં 9.6 ડિગ્રી, નલિયામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું

  • Follow us on: