સેન્ટ્રલ એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કૌશિક કરેલિયા સામે CBIએ વર્ષ 2013માં અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, વર્ષ 2004 થી 2013 ના ગાળામાં આરોપીએ પોતાની કાયદેસરની આવક કરતા અનેકગણી વધુ મિલકત વસાવી હતી.


આવક કરતા કરોડોની અસ્કયામત

CBIની તપાસ અને ચાર્જશીટ મુજબ કૌશિક કરેલિયાની સંપત્તિ તેમની જાણીતી આવકના સ્ત્રોત કરતા 183% વધુ હોવાનું સાબિત થયું હતું. આરોપીઓએ કુલ રૂ.57.60 લાખની અપ્રમાણસર મિલકત એકઠી કરી હતી. આ ગુનામાં તેમને સાથ આપવા બદલ તેમની પત્ની પૂજા કરેલિયાને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

કોર્ટનો આદેશ અને દંડ

કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ CBI કોર્ટે નીચે મુજબની સજા સંભળાવી છે; કૌશિક કરેલિયા: 5 વર્ષની સખત કેદની જેલ અને રૂ.63 લાખનો દંડ. જો દંડ ન ભરે તો વધુ જેલવાસ ભોગવવો પડશે. પૂજા કરેલિયા (પત્ની): 1 વર્ષની જેલની સજા અને રૂ.50,000નો દંડ. આ ચુકાદાથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જાહેર સેવકો દ્વારા આચરવામાં આવતો ભ્રષ્ટાચાર સમાજ માટે ઘાતક છે અને તેમાં કોઈ પણ પ્રકારની નરમાશ દાખવવામાં આવશે નહીં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: