અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, જેમાં હવે શિક્ષિત વર્ગ પણ શિકાર બની રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા એક તબીબ સાથે શેરબજારમાં રોકાણના નામે 70.65 લાખની મોટી છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ઠગાઈની પદ્ધતિ
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર પ્રોફેસરનો સંપર્ક સોશિયલ મીડિયા અથવા મેસેજ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમને શેરબજારમાં ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની લાલચ આપવામાં આવી હતી. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે ઠગબાજોએ તેમને રોકાણ સામે 1.12 લાખ પરત આપ્યા હતા. આ વળતર જોઈને પ્રોફેસરને વિશ્વાસ બેઠો હતો કે આ સ્કીમ સાચી છે.













