ગુજરાતમાં તાજેતરમાં જ જળશક્તિ મંત્રાલયનો પાણીનો એક રીપોર્ટ સામે આવ્યો હતો. આ રિપોર્ટમાં એવું સામે આવ્યું હતું કે, રાજ્યના માત્ર 47 ટકા ઘરોમાં જ શુદ્ધ પાણી મળે છે. હાલમાં ગાંધીનગરમાં કહેર મચાવી રહેલા ટાઈફોઈડના કેસ પાછળ પણ દૂષિત પાણી હોવાનું સામે આવ્યું છે. જેથી અમદાવાદમાં પણ દૂષિત પાણી મળતુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વોટર ડિસ્ટ્રીબ્યુશનને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે.


વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરને લઈ AMCનો નિર્ણય

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાણીજન્ય રોગચાળાની ગંભીરતાને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. જોખમી તત્વોની ચકાસણી માટે પાણીના સેમ્પલ લેવાશે. નાગરિકો સુધી પાણી પહોંચે તે પહેલા સેમ્પલ લેવામાં આવશે. ગાંધીનગરમાં બનેલી ટાઈફોઈડની ઘટના બાદ મહાનગર પાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાણીપીણી બજાર અને વેજિટેબલ માર્કેટમાં તપાસ થશે. પાણીના સેમ્પલ લેવાની ઝૂંબેશ વધારે સઘન બનાવાશે.


આ પણ વાંચોઃ Ahmedabadના શીલજમાં ઇન્ડસ કોલેજ પાસે મિની બસમાં લાગી ભીષણ આગ


  • Follow us on: