અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરવાનું આમંત્રણ મળ્યું છે. ત્યારે અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવશે. આવતીકાલે અમદાવાદમાં સ્પોર્ટ્સ ગવર્નન્સ કોન્કલેવ યોજાશે. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.
ફેડરેશનની વધતી જવાબદારીઓ અંગે ચર્ચાઓ
ભારતમાં હવે વૈશ્વિક લેવલ પર સ્પોર્ટ્સને મહત્વ આપવામાં આવી રહ્યું છે. જેથી 2030માં અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ અને 2036માં ઓલિમ્પિકના આયોજન અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી છે. જેને લઈને આવતીકાલે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે સ્પોર્ટ્સ ગવર્નન્સ કોન્કલેવ યોજાશે. જેમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિકની સંભાવનાઓને લઈને ફેડરેશનની વધતી જવાબદારીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવશે.













