ગુજરાતમાં ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ શેલા-બોપલ હાઈ-બ્રિડ ગાંજા કેસમાં મહત્વની કડીઓ મેળવી છે. ચાંગોદર વિસ્તારમાં દરોડો પાડીને પોલીસે આ કેસમાં વોન્ટેડ એવા બે મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી છે. થોડા સમય અગાઉ અમદાવાદના શેલા-બોપલ રોડ પરથી પોલીસે મર્સિડીઝ જેવી લક્ઝરી કારમાં ડ્રગ્સની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.


શેલામાં 15.12 લાખનો ગાંજો ઝડપાયો હતો

આ કાર્યવાહી દરમિયાન કુલ 432 ગ્રામ હાઈ-બ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂ.15.12 લાખ જેટલી થાય છે. આ ઓપરેશનમાં પોલીસે લક્ઝરી કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. SMC ની તપાસમાં બહાર આવ્યું હતું કે આ નેટવર્ક પાછળ અન્ય મોટા માથાઓ સંડોવાયેલા છે.

લકઝરી કાર સાથે 3 આરોપી ઝડપાયા હતા

ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે હવે ગાંજો પૂરો પાડનાર ચિન્મય સોની અને તેની ડિલિવરી નેટવર્ક સંભાળનાર અર્ચિત અગ્રવાલની ધરપકડ કરી છે. આ હાઈ-બ્રિડ ગાંજો ખાસ કરીને ઉચ્ચ વર્ગના યુવાનોને ટાર્ગેટ કરવા માટે મંગાવવામાં આવ્યો હોવાની આશંકા છે. પોલીસ હવે આ આરોપીઓની પૂછપરછ કરી રહી છે કે તેઓ આ નશીલા પદાર્થો ક્યાંથી લાવતા હતા અને આમાં અન્ય કયા મોટા ગજાના લોકો સામેલ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: