અમદાવાદ શહેરમાં સોલા સિવિલ વિસ્તાર પાસે આજે AMTS બસમાં અચાનક આગ લાગવાની ગંભીર ઘટના સર્જાઈ હતી. આગ લાગતા બસમાં મુસાફરો અને સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ.


ડ્રાઈવર, કંડકટર, મુસાફરો સમય સૂચકતાથી ઉતર્યા

પ્રાપ્ત માહિતી મુજબ, બસમાં આગને જોઈ ડ્રાઈવર, કંડકટર અને મુસાફરો સમયસર સૂચકતા અપાવીને બસમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા. આ કારણે કોઈ જાનહાનિ થઈ નથી.

 ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી

આગ લાગવાની જાણ થતાં ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને યોગ્ય કામગીરી દ્વારા આગ કાબૂમાં કરી હતી. સ્થાનિકોમાં બસમાં આગ લાગતા ભારે ઉત્તેજના જોવા મળી હતી.


આ પણ વાંચો----   Surat : મહિલા પેસેન્જરની દાદાગીરી, BRTS બસના ડ્રાઇવર પર હુમલો, ડ્રાઇવરે બસ ઉભી રાખવાની ના પાડતા મામલો બિચક્યો

  • Follow us on: