અમદાવાદ શહેરમાં આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એક નવો વળાંક આવ્યો છે. મયુર ડાઈકેમ ગ્રુપના ભાગીદારના નિવાસસ્થાને આઈટીના દરોડા ચાલી રહ્યા હતા ત્યારે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
સુજલ પટેલના ઘરેથી વિદેશી દારૂ મળ્યો
મળતી વિગતો અનુસાર, મયુર ડાઈકેમના ભાગીદાર સુજલ પટેલના બોપલ સ્થિત નિવાસસ્થાને જ્યારે આવકવેરા વિભાગની ટીમ સર્ચ ઓપરેશન કરી રહી હતી, ત્યારે અધિકારીઓને તિજોરી કે દસ્તાવેજોની સાથે વિદેશી દારૂની બોટલોનો જથ્થો હાથ લાગ્યો હતો. તપાસમાં અંદાજે 1.20 લાખ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂ મળી આવતા ઇન્કમટેક્સ વિભાગ પણ ચોંકી ઉઠ્યું હતું.













