અમદાવાદમાં મની લોન્ડરિંગને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ED દ્વારા પૂર્વ GLDC અધિકારીની 4.92 કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી છે. PMLA હેઠળ વ્યાવસાયિક દુકાન, રહેણાંક મકાન, ખેતીની જમીન અને જલાશ્રય રિસોર્ટ અસ્થાયી રીતે જપ્ત કરવામાં આવ્યો છે. ACBની FIR બાદ EDએ તપાસ હાથ ધરી છે.


ACB દ્વારા ફરિયાદ નોંધાયા બાદ ED દ્વારા કાર્યવાહી

અમદાવાદમાં પૂર્વ GLDC અધિકારી ધીરુભાઈ શર્માની 4.92 કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી છે. ACB દ્વારા ફરિયાદ નોંધાયા બાદ ED દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. PMLA હેઠળ વ્યાવસાયિક દુકાન, રહેણાંક મકાન, ખેતીની જમીન અને જલાશ્રય રિસોર્ટ અસ્થાયી રીતે જપ્ત કરવામાં આવ્યો છે. ધીરુભાઈ પર આવક કરતાં 354.56 ટકા વધુ સંપત્તિ હોવાનો આરોપ છે.

2006થી 2018 સુધી અપ્રમાણસર સંપત્તિ એકઠી કરી

તેમણે 2006થી 2018 સુધી અપ્રમાણસર સંપત્તિ એકઠી કરી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. રિસોર્ટ માટે કરોડોની લોન લીધા બાદ ચૂકવણી પણ રોકડમાં કરી હતી. તેમના પરિવારજનો અને ખાનગી કંપનીઓ મારફતે ફંડ લેયરિંગનો આરોપ છે. વીમા પોલિસીમાં પણ રોકડ પ્રીમિયમ ભર્યાનો ખુલાસો થયો છે.


આ પણ વાંચોઃ Ahmedabad: રોગચાળાની ગંભીરતાને લઈ AMC જોખમી તત્વોની ચકાસણી માટે પાણીના સેમ્પલ લશે


  • Follow us on: