ગુજરાતમાં આગઝરતી ગરમી વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. આજે વહેલી સવારે શરૂ થયેલા મતદાનમાં રોનક જોવા મળી હતી. ત્યાર બાદ ગરમીમાં વધારો થતાં મતદારોને શોધવા જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. રાજકોટમાં મનપાએ ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. બીજી તરફ રાજ્યમાં કેટલીક જગ્યાએ ખરી ગરમીમાં પણ મતદારો મત આપવા માટે લાઈનમાં ઉભા રહ્યાં છે. મતદારો માટે માંડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.


અમદાવાદમાં આવતીકાલે ગરમીનું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આવતીકાલે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.આગામી 48 કલાક હિટવેવની અગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ અને સુરતમાં હિટવેવની અગાહી કરવામાં આવી છે. આવતીકાલે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ, બોટાદ અને અમદાવાદ હિટવેવની અગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આવતીકાલે 41થી 45 ડીગ્રી તાપમાન પહોંચવાનું અનુમાન કર્યું છે.

અમદાવાદમાં આજે 43.8 ડિગ્રી ગરમી નોંધાઈ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગરમીમાં સતત વધારો થવાનો છે. ત્યારે અમદાવાદમાં આજે 43.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે અમરેલીમાં 43.7, ભુજમાં 43.3, રાજકોટ 43.3, ગાંધીનગરમાં 43.2, વડોદરામાં 42.5, ભાવનગરમાં 41.7, સુરતમાં 41 અને દાહોદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભીષણ ગરમીના માહોલમાં મતદારોનો જોરદાર ઉત્સાહ જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ Local body election 2026: થલતેજમાં કોંગ્રેસના ઉમેદવારે મતદાનના 3 કલાકમાં ટેબલ ઉપાડ્યું, ભાજપની બિનહરિફ જીત



  • Follow us on: